કર્ણાટક પેટાચૂંટણી પરિણામઃ 15 સીટો પર મતગણતરી શરૂ, યેદિયુરપ્પા સરકારનું ભાવિ આજે થશે નક્કી

કર્ણાટકની 15 વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીની મતગણતરી 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. આજે આવનાર આ પરિણામ યેદિયુરપ્પા સરકારનું ભવિષ્ય નક્કી કરશે. કારણ કે સત્તા બચાવવા માટે આ ચૂંટણી પરિણામમાં ભાજપને 6 સીટ મળવી ખૂબ જરૂરી છે. કર્ણાટકની 224 વિધાનસભા સીટોમાં 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા પછી 207 સીટ બાકી હતી. આ પ્રમાણે બહુમતી માટે 104 સીટની જરૂર હતી. ત્યાર પછી ભાજપને એક અપક્ષની મદદથી સરકાર બનાવી હતી. પરંતુ પેટાચૂંટણી થયા પછી કુલ 222 સીટ થાય છે. આ સ્થિતિમાં બહુમત માટે કુલ 111 સીટ જોઈએ. આમ, ભાજપને સત્તામાં રહેવા માટે ઓછામાં ઓછી 6 સીટો મળવી જરૂરી છે.

બીજેપીની પાસે હાલમાં 105 ધારાસભ્યો છે, જેમાં એક અપક્ષ ધારાસભ્ય પણ સામેલ છે. કોંગ્રેસની નજર પર પરિણામો પર મંડરાયેલી છે. કેમ કે, તેમના નેતા જનતા દળ સેક્યુલરની સાથે ફરીથી ગઠબંધનના સંકેત આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા બી.કે. હરિપ્રસાદે કહ્યું કે, પરિણામો બાદ બહુ બધી વસ્તુઓ બદલાતી જોવા મળી શકે છે.

ભાજપે પાર્ટીમાં સામેલ થયેલા 15 બળવાખોર ધારાસભ્યોમાંથી 13ને પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હોસકોટે સીટ પર શરથ બચેગૌડા ભાજપથી અલગ થઈને અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે. અહીં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય એમટીબી નાગરાજને ટિકિટ આપી છે. મૈસુરની હુંસુર સીટ પર જેડીએસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એએચ વિશ્વનાથને ઉતાર્યા છે. આ સીટ જેડીએસનો ગઢ રહી છે. જેડીએસએ ભાજપને બહારથી સમર્થનનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. પરંતુ વધારે શક્યતાઓ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ફરી તાલમેલની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.