મહિલાઓની સુરક્ષા માટે નવા કાયદા નહીં રાજકીય ઇચ્છા શક્તિની જરૂર : નાયડુ

ઉપ-રાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ આજે કહ્યું હતું કે મહિલાઓ પર ગુજારવામાં આવતા અત્યાચરો પર નિયંત્રણ કરવા માત્ર નવા કાયદા જ પુરતા નથી, બલકે સામાજીક દુષણને અટકાવવા રાજકીય ઇચ્છા શક્તિ અને વહીવટી કુશળતાની પણ જરૂર હોય છે.

ઉન્નાવ અને હૈદરાબાદના બળાત્કારનો ઉલ્લેખ કરીને નાયડૂએ કહ્યું હતું કે ‘ભારતીય સંસ્કૃત્તિમાં આપણે મહિલાને માતા અને બહેન માનીએ છીએ.પરંતુ તાજેતરમાં જે કંઇ બન્યું તે ખરેખર શરમજનક છે અને આપણા સૌના માટે મોટો પડકાર છે. આ પ્રકારનો ભેદભાવ અને અત્યાચારોને અટકાવવા આપણે સૌએ પ્રયાસો કરવા જ જોઇએ’.

સીમ્બોસીસ ઇન્ટરનેશનલ યુનિ.ના 16મા પદવીદાન સમારંભને સંબોધતા ઉપ-રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે નવા કાયદાઓ પુરતા નથી.’અમે નિર્ભયા બિલ લાવ્યા હતા, શું થયું? શું બળાત્કારની સમસ્યા ઉકેલાઇ?

હું નવા કાયદા કે ખરડાની વિરૂધૃધ નથી, પરંતુ મને હમેંશા એવું લાગે  છે કે મહિલાઓ પર કરાતા અત્યાચારોને રોકવા રાજકીય ઇચ્છા શક્તિ અને વહીવટી કુશળતા ખુબજ જરૂરી છે.આપણી માનસિકતામાં પરિવર્તન સમયની તાતી જરૂર છે અને આપણે આપણી સંસ્કૃત્તિ તરફ પાછા ફરવું જ પડશે’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.