ધર્મના આધારે નાગરિકતા બિલને મંજૂરી ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવશે : થરૂર

મોદી સરકાર સોમવારે સંસદમાં નાગરિક્તા બિલ રજૂ કરે તેવી સંભાવનાઓ છે ત્યારે કોંગ્રેસ નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે નાગરિક્તા સુધારા બિલ સંસદમાં પસાર થઈ જશે તો તે મહાત્મા ગાંધીજી પર મોહમ્મદ અલિ ઝિણાની વિચારસરણીનો વિજય સમાન ગણાશે.

શશી થરૂરે કહ્યં કે ભારતમાં ધર્મના આધારે નાગરિક્તા આપવામાં આવશે તો ભારત માત્ર ‘પાકિસ્તાનની હિન્દુત્વ આવૃત્તિ’ બનીને રહી જશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ રવિવારે જણાવ્યું કે મોદી સરકાર ચોક્કસ ધર્મના લોકોને નિશાન બનાવી રહી છે અને આ ધર્મના વંચિતોને આશરો તથા નાગરિકતા આપવા માગતી નથી.

પરંતુ બીજા ધર્મના લોકો પ્રત્યે ભાજપ અલગ વલણ અપનાવે છે.  થરૂરે કહ્યું કે નાગરિક્તા સુધારા બિલ સંસદમાંથી પસાર થઈ જશે તો તે મહાત્મા ગાંધીના વિચારો પર મોહમ્મદ અલિ ઝિણાના વિચારોનો વિજય ગણાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.