સુરતઃ પાલ માછલી ઘરમાં રત્નકલાકાર પર કુહાડીથી જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રત્નકલાકારને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રત્નકલાકારના મગજના ભાગ પર ઉંડો ધા મરાયો હોવાથી હાલત ગંભીર છે.
પરિવારના સભ્યો ફોટોગ્રાફીમાં વ્યસ્ત અને હુમલો થયો
રાંદેરમાં આવેલા હનુમાન ટેકરી વિસ્તારમાં અજય ભગવાન આહીર પરિવાર સાથે રહે છે. અને હિરાના કામ કાજ સાથે સંકળાયેલો છે. આજે સાળા, સાઢુભાઈ અને તેમના પરિવાર સાથે પાલ ખાતે આવેલું માછલી ઘર જોવા માટે ગયા હતા. પરિવાર ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતું. દરમિયાન અજય પર પાછળથી કુહાડીથી માછલી ઘરના કર્મચારી એવા હિતેશ નામના યુવાને હુમલો કરી દીધો હતો. જેથી અજયના મગજના ભાગે ઉંડો ઘા મરાતા બુમાબુમ થઈ ગઈ હતી. દરમિયાન માછલી ઘરના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. અજયને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મગજના ભાગે ઉંડો ઘા હોવાથી હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અને હુમલાખોરે અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.