અપકમિંગ / ટાટા નવી ઈલેક્ટ્રિક ટિગોર લાવી રહી છે, આ અઠવાડિયે લોન્ચ થઈ શકે છે

ટાટા મોટર્સ નવી ઇલેક્ટ્રિક ટિગોર લાવવાની તૈયારી કરી રહી છે. કંપની તેને આ અઠવાડિયે લોન્ચ કરી શકે છે. નવી Tigor EV વર્તમાન મોડલની સરખામણીએ વધુ રેન્જ આપશે. અત્યારે ટિગોર EV 16.2 kWh બેટરી સાથે આવે છે, જે એકવાર ફુલ ચાર્જ પર 142 કિમીની રેન્જ આપે છે. સંભવ છે કે વધારે રેન્જવાળી નવી ટિગોર ઇલેક્ટ્રિક ફુલ ચાર્જ પર 200 કિલોમીટર સુધી ચાલશે. નવું મોડલ પ્રાઇવેટ ખરીદારો માટે પણ ઉપલબ્ધ થઈ શકે છે, જ્યારે ઇલેક્ટ્રિક ટિગોર હાલમાં ફક્ત ફ્લિટ ઓપરેટર્સ માટે છે.

ટિગોર ઈલેક્ટ્રિકના વર્તમાન મોડલમાં 72 વોલ્ટ, AC ઈન્ડક્શન મોટર આપવામાં આવી છે. આ મોટર 40.23 bhp પાવર અને 105 Nm ટોર્ક જનરેટ કરે છે. તેની બેટરી ફુલ ચાર્જ કરવામાં આશરે 6 કલાકનો સમય લાગે છે. DC 15 kW ફાસ્ટ ચાર્જરથી 90 મિનિટમાં બેટરી 80% સુધી ચાર્જ કરી શકાય છે. વર્તમાન મોડલની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક રાખી શકાય છે કારણ કે, આ માત્ર કમર્શિયલ ઉપયોગ માટે જ છે.

ટિગોર ઈલેક્ટ્રિકનાં વર્તમાન મોડલની કિંમત

Tigor EV 2 વેરિઅન્ટ XM અને XTમાં ઉપલબ્ધ છે. દિલ્હીમાં તેની એક્સ શો રૂમ કિંમત અનુક્રમે 9.17 લાખ અને 9.26 લાખ રૂપિયા છે. આ કિંમતમાં ફેમ-2 હેઠળ મળતી 1.62 લાખ રૂપિયાની સબસિડી પણ સામેલ છે.

ઇલેક્ટ્રિક ટિગોર સ્ટાન્ડર્ડ ટાટા ટિગોર સિડેન પર આધારિત છે. આ ઇલેક્ટ્રિક કારનાં બંને વેરિઅન્ટમાં ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, પાવર વિન્ડો, બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે હાર્મન ઓડિયો સિસ્ટમ, હાઇટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ અને એડજસ્ટેબલ ફ્રન્ટ હેડરેસ્ટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. XT વેરિઅન્ટમાં આ ફીચર્સ સિવાય એલોય વ્હીલ્સ અને ઇલેક્ટ્રિક આઉટ સાઇડ રીઅર વ્યૂ મિરર્સ પણ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.