ઓખાના દરિયામાં મોઈન નામની બોટની જલ સમાધિ, 7 માછીમારો લાપત્તા, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ

ગત તારીખ ૩ને મંગળવારના રોજ ઓખાથી માછીમારી માટે નિકળેલી ‘મોઈન’ નામની બોટે ગત શુક્રવારે રાત્રીના જખૌના દરિયાથી આગળ આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક જળ સમાધી લીધી હતી. બોટમાં સવારર ૭ ખલાસીઓનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. જેમની છેલ્લા બે દિવસથી શોધખોળ ચઅલી રહી છે.

દરમિયાન સોમવારના રોજ તે બોટનો આંતર રાષ્ટ્રીય મળ સીમા નજીકથી પતો લાગ્યો હતો. જેને ઓખા લઈ આવવા કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. જે સાત ખલાાસીઓ લાપતા થયા છે તેમના પરિજનો ચિંતામાં મુકાઈ ગયા છે. પ્રાથમીક અહેવાલ અનુસાર બોટને અકસ્માત થતા તે પલટી ગઈ હતી.

ઓખા રહેતા ભરચ ઈસ્માઈલ ઈસુબની જીજે-૧૧-એમ એમ- ૧૩૭૮૨ રજીસ્ટ્રેશન ધરાવતી ‘મોઈન’નામની બોટમાં નાવિક સહિત ૭ ખલાસીઓ માછીમારી માટે કચ્છના જખૌ વીસ્તારમાં ગત તા. ૩ના નિકળ્યા હતા. ગત શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય જળ સીમા પાસે ૨૨.૩૫.૫૦૦ / ૬૮.૦૫.૫૦૦ પોઝીશન વીસ્તારમાં હતી ત્યારે રાત્રીના સમયે તેનો કોઈ પણ રીતે અકસ્માત થયા બોટ પલટી ગઈ હતી અને જળ સમાધી લીઈ લીધી હતી. તે વખતે ખલાસીઓ બોટમાં જ હતા કે કુદી ગયા હતા તે વિશે પણ કોઈ ચોક્કસ અહેવાલ મળતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.