દેશભરમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ, આગચંપી-પથ્થરમારો, દુકાનો બંધ કરાવીને રસ્તાં પર ઉતર્યા લોકો, જુઓ તસવીરો

મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભમાં નાગરિકતા સંશોધન બિલને પાસ કરાવ્યુ તો દેશભરમાં લોકો તેનો વિરોધ કરવા લાગ્યા

સોમવારે લોકસભમાં નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં 293 મત પડ્યા, જ્યારે વિરોધમાં લગભગ 82 મત પડ્યા હતા. સરકારના આ નિર્ણયને દેશભરમાં મિક્ષ પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં વિરોધ થયો હતો.

કેટલાક સ્થળોએ બિલના વિરોધમાં આગચંપી થઇ તો કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટના જોવા મળી હતી. આસામના ડિબ્રુગઢ, ગોવાહાટીમાં લોકોએ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.