જૂનાગઢમાં ચાર યુવકો સાથે કાર નદીમાં ખાબકી, ચારેયના ડૂબી જતાં મોત

ગોધરાના ચાર યુવાનો કાર લઈને જલારામ વિરપુર અને સોમનાથ દર્શનાર્થે નીકળેલાં બાદ અચાનક ગુમ થઈ ગયા હતા અને તેની શોધખોળ દરમિયાન મેંદરડા નજીક પાણીમાં ડૂબેલી હાલતમાં તેની કાર મળી આવી છે. જેમાંથી બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે અને બે યુવકો ન મળતા અનેક રહસ્યો સર્જાયા છે

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ખાનગી કોલેજમાં નોકરી કરતા ગોધરા નજીકના રામપુરા ના ચાર યુવાનો ઇકો કાર લઈ સૌરાષ્ટ્રના જલારામ વિરપુર ખાતે દર્શન કરવા માટે ગત તા 7 ના રોજ નીકળ્યા હતા. વીરપુર દર્શન કર્યા બાદ ત્યાંથી સોમનાથ દર્શને જવા નીકળ્યા બાદમાં 8 તારીખ સવારના ચાર વાગ્યા પછી ચારે ચાર યુવકો સંપર્ક વિહોણા બની ગયા હતા.

જેથી પરિવારજનો અને ત્યાંના આગેવાનોમાં ચિંતા હતી બાદમાં આ અંગેની જાણ સ્થાનિક પોલીસ અને જુનાગઢ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેઓનું છેલ્લું લોકેશન જાણવાની કોશિશ કરવામાં આવી તો મેંદરડા આસપાસ જુનાગઢ રોડ તરફ આવતું હોવાનું જણાતા પોલીસે જૂનાગઢ મેંદરડા રોડ તરફ નદી નાળાઓ તપાસ કરવા પરિવારજનોને જણાવ્યું હતું કે, પરિવારના લોકો તથા તેના મિત્રો ગુમ થયેલા યુવકોને જૂનાગઢ મેંદરડા રોડ પર નદી-નાળાઓમાં શોધખોળ કરી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.