શાહે કોંગ્રેસને જોરદાર ટોણો માર્યો – કાશ્મીરમાં બધું જ સામાન્ય, પરંતુ તેમની સ્થિતિ નોર્મલ ના કરી શકું

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઇ ગયા બાદ આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરાશે. ત્યારે આજે લોકસભામાં કોંગ્રેસ સાંસદ અધીર રંજને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કેટલા નેતા નજરકેદ છે? આ મુદ્દા પર શાહ અને અધીર રંજન વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ. અધીર રંજને કહ્યું કે તેઓ દર વખતે સ્થિતિ સામાન્ય કહે છે, તો જણાવશો કે સામાન્ય સ્થિતિ કોને કહેવાય? તેનો અમિત શાહે વળતો જવાબ પણ આપ્યો હતો.

અમિત શાહે કહ્યું કે કાશ્મીરમાં કાશ્મીરમાં એક પણ ગોળી ચાલી નથી. કલમ 370 સમાપ્ત થયા બાદથી એક પણ મોત થયું નથી. પંચાયત, બીડીસી વગેરે સ્થાનિક ચૂંટણીઓ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ. ત્યાંની સ્થિતિ બિલકુલ સામાન્ય છે. શાહે કોંગ્રેસ નેતા પર કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસની સ્થિતિ અંગે હું શું કહું. હું કોંગ્રેસની સ્થિતિ સામાન્ય કરી શકું તેમ નથી.

ફારૂક અબ્દુલ્લાની ચિંતા ના કરે કોંગ્રેસ

શાહે કહ્યું કે કોંગ્રેસની સંસ્કૃતિ દિલ્હીમાં ફરમાન સંભળાવાની છે. ભાજપમાં એવી સંસ્કૃતિ નથી. શાહે કોંગ્રેસને યાદ અપાવ્યું કે કોંગ્રેસ મોદી સરકાર પર વધુ આરોપ ના લગાવે. જમ્મુ-કાશ્મીરમાં બધુ બરાબર છે. ફારૂક અબ્દુલ્લાની તબિયતની ચિંતા કરવાની જરૂર નથી. તેમની તબિયત સંપૂર્ણપણે સારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.