વિજયવાડામાં રણજી ટ્રોફી ગ્રુપ-એ મેચ રમાઇ રહી છે. આંધ્ર અને વિદર્ભકે વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. મેચમાં કંઇક એવું બન્યું કે ખેલાડીઓ ગભરાઈ ગયા. એક સાપ અચાનક ગ્રાઉન્ડ પર આવી ગયો અને હોબાળો થઈ ગયો. બીસીસીઆઈએ આ વીડિયો ઓફિશિયલ ટ્વિટર પેજ પર મૂક્યો છે. આંધ્ર સામે ટોસ જીત્યા બાદ વિદર્ભકેના કેપ્ટન ફૈઝ ફૈઝલે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આંધ્રના કેપ્ટન હનુમા વિહારી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે સાપ જમીન પર સરકી રહ્યો છે અને ગ્રાઉન્ડ પર જઈ રહ્યો છે. તે જોઈને ખેલાડીઓ ગભરાઈ ગયા. સ્ટેડિયમનો સ્ટાફ સાપને ભગાડવા માટે પહોંચ્યો હતો અને તેઓએ સાપને જમીનની બહાર ખેંચી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.