રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019 આજે ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું. બિલ પર ચર્ચા ચાલુ છે. લોકસભામાંથી બિલ પાસ થઇ ચૂકયું છે અને આજે ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી પણ બિલને ઐતિહાસિક ગણાવ્યું. રાજ્યસભામાં બિલના વિરોધમાં કોંગ્રેસ અને સમર્થનમાં સરકારની તરફથી કેટલાંય દિગ્ગજ સાંસદ પોતાની વાત મૂકી રહ્યા છે. નાગરિકતા સંશોધન બિલને લઇકસભામાંથી બમ્પર વોટની સાથે મંજૂરી આપ્યા બાદ મોદી સરકારને રાજ્યસભામાંથી પણ તને પસાર થવાની આશા છે. આજે બપોરે 12 વાગ્યે રાજ્યસભામાં આ બિલને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયું. જાણો નાગરિકતા સંશોધન બિલ સાથે જોડાયેલા તમામ અપડેટ્સ
મેં સાંભળ્યું છે કે પીએમે કહ્યું કે (નાગરિકતા સંશોધન બિલ) આ સુવર્ણ અક્ષરોમાં નોંધાશે. અસલમાં આ પાકિસ્તાનના રાષ્ટ્રપિતાની કબ્ર પર નોંધાશે. આ પાર્ટી હક અને અધિકારી વાત કરે છે. તેનો પાયો જુઠ્ઠાણા અને જુમલાનો છે. આ બિલ અસંવૈધાનિક છે. તેના પર સંગ્રામ થશે, જનઆંદોલન થશે, ટીએમસીને તેની આદત છે.
આનંદ શર્માજીનું ભાષણ વિદ્વતાપૂર્ણ હતું. મોટાભાગે વકીલોની પાસે તર્કની અછત હોય છે કે તેઓ કેટલાંય તર્ક લઇને આવે છે જેનો મૂળ સાથે સંબંધ હોતો નથી. તેમાં અવાજ ખૂબ હોય છે પરંતુ તથ્ય ઓછા હોય છે. આજે જે બિલ અંગે વાત કરી રહ્યા છે તેનો આધાર માત્ર એક છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જે અલ્પસંખ્યકોની પ્રતાડના થઇ છે તેમને સિટિજનશીપ આપવાની જોગવાઇ થઇ. દેશનું વિભાજન ધર્મના આધાર પર થયું. આટલો મોટો નરસંહાર ના પહેલાં કયારેય થયો ના ત્યારબાદ થયો. રાતોરાત લોકોને ઘર છોડીને નીકળવું પડ્યું. બંને દેશોમાં અલ્પસંખ્યકોની સુરક્ષા હોય એ ઇચ્છા હતી. એ સમયે પાકિસ્તાનમાં હિન્દુ, શિખ, જૈન, પારસી, બૌદ્ધ અલ્પસંખ્યક હતા. આપણે સ્પષ્ટ રહેવું જોઇએ કે હિન્દુ પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હતા. પાડોશી દેશોના અલ્પસંખ્યકની સુરક્ષાની વાત આપણે આજે કરી રહ્યા નથી જનસંઘના દિવસોથી કહી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.