રાજકોટમાં હોટલ માલિકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યાજ્ઞિક રોડની હોટેલ કોકાના બીજા માળેથી હોટલ માલિકે ઝંપલાવ્યું હતુ. ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં હોટલ માલિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.પારિવારિક કારણોથી આપઘાતના પ્રયાસનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી કોકા હોટલના માલિકે મંગળવારે રાત્રે હોટલના બીજા માળેથી નીચે કૂદી ગયા હતા. હાલ તેમને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ કોકાના માલિક તેજભાઈ શેઠે મંગળવારે રાત્રે પારિવારિક કારણોથી મનદુખમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓ હોટલના જ બીજા માળેથી નીચે કૂદી ગયા હતા. નીચે પડતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં તાત્કાલિક તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તેઓ બીજા માળેથી સીધા જ હોટલના ગેટની સામે નીચેના ભાગે પડ્યા હતા. નીચે પડવાથી તેમને ઈજા પહોંચી હતી અને રોડ પર લોહીનું ખાબોચીયું ભરાઈ ગયું હતું. આપઘાતના પ્રયાસ બાદ તેજ શેઠને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમની હાલત ખૂબ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.