રેપની ઘટનાઓ સાથે સાથે હવે હત્યાની ઘટના પણ વધતી જાય છે. દેશભરમાં હાહાકાર મચાવનારી રેપની અને હત્યાની ઘટનાઓની રોક વિરુદ્ધ લોકો પણ સરકાર પર રોષે ભરાયા છે. હવે સેલેબ્સ પણ આવી ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. સમસ્તીપુર જિલ્લામાં મંગળવારે ગુનેગારોએ ધોળા દિવસે ભોજપુરી ફિલ્મના એક અભિનેતાને ગોળી મારીને હત્યા કરી દીધી.
આવી દુર્ઘટના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. જે લોકોએ આ ઘટના જોઈ એણે તરત જ પોલીસને ઘટનાની જાણ કરી અને તાત્કાલિક લોહીથી લથબથ અભિનેતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ કહ્યું કે આ માત્ર બોડી છે એમાં જીવ નથી રહ્યો.
ભોજપુરી અભિનેતા મિથિલેશ પાસવાન મંગળવારે તેની બુલેટ પર સવાર થઈને મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના આધારપુર ગામ જવા નીકળ્યો હતો. તે આધારપુર પંચાયતના ખાદી ભંડાર ચોક પાસે પહોંચ્યો હતો કે બાઇક પર સવાર કેટલાક લુખ્ખા તત્વોએ તેને ઓવરટેક કરીને તેની અટકાયત કરી હતી. પછી થોડા સમય સુધી બાઇક સવાર અને મિથલેશ વચ્ચે બોલાચાલી થઈ. વાતચીત દરમિયાન મિથલેશ ઉપર અચાનક જ એક શખ્સે ફાયરિંગ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.