ગરીબોની કસ્તુરી એવી ડૂંગળીએ છેલ્લા કેટલાય સમયથી આંસુ લાવી દીધા છે. સ્વાદના શોખીનો માટે ડૂંગળીએ જાણેકે કડવો સ્વાદ કરી દીધો છે. સાથે સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓમાં ભારે ભરખમ વધારો થયો છે. સામાન્ય માણસને તો એક સાંધે ત્યાં તેર તુટે એવો ઘાટ ઘડાયો છે.
જીવન નિર્વાહ કરવું જાણેકે મુશ્કેલ બન્યુ છે. કેન્દ્રીય ઉપભોક્તા મામલે ખાદ્ય એવં સાર્વજનિક વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાન દ્વારા લોકસભામાં આપવામાં આવેલી જાણકારીમાં આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. માર્ચથી ડિસેમ્બર વચ્ચે ડૂંગળીના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે. મોંઘવારીએ માઝા મુકી છે અને ગરીબ લોકોની તો જાણે કમર તોડી નાંખી છે.
મોટા ભાગની વસ્તુઓના વધ્યા ભાવ
કેન્દ્રીય મંત્રીએ સાંસદ રાહુલ રમેશ શેવાલે અને ભર્તૃહરી મેહતાબના સવાલોના લેખિતમાં જવાબ આપતા જીવન જરૂરી વસ્તુઓની જે કિંમતની યાદી સોંપી છે તેનાથી એક વાત તો નક્કી છે કે ચોખા, ઘંઉ, દાળ, લોટ, તેલ, ચા અને ગોળ તેમજ શાકભાજી અને દુધના ભાવ જાન્યુઆરીની સરખામણીએ છેલ્લા મહિનામાં ડિસેમ્બરમાં આસમાનને આંબી ગયા છે. જીવન જરૂરિયાતની 22 જરૂરી વસ્તુઓમાં સૌથી વધારે ભાવ વધ્યા છે. ખાસ કરીને બટેટા, ટમેટા અને ડૂંગળીમાં ભાવ ખુબજ વધ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.