આનંદ મહિન્દ્રાએ મોબાઇલ રસિયાઓને લઇને કરી ટ્વીટ, તો થઇ ગઇ એટલી મોટી ભૂલ કે…

પ્રખ્યાત બિઝનેસ મેન આનંદ મહિન્દ્રાએ સોમવારે રાતે એવું ટ્વિટ કર્યું જેમા લોકોએ તેમની મોટી ભૂલ પકડી લીધી છે. આનંદે મહિન્દ્રાએ તેમના ટ્વીટમાં મોબાઇલથી ચોંટેલા રહેનાર લોકોને લઇને મોટી વાત કહી છે. જેમા તે પોતાને પણ સામેલ કરે છે.

ટ્વીટમાં લખ્યું છે થેંક્યુ ગુલજાર જી, જેમણે મને મારા ફોનથી ચિપકેલા રહેવાનું લોજીક આપ્યું. જોકે, આ હકીકત છે કે મોબાઇલ આપણાને એકબીજાથી કનેક્ટ રહેવામાં મદદ કરે છે.

આનંદ મહિન્દ્રાના ટ્વીટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે. જેમા ગુલઝારની સાથે એક કવિતા લખી છે. જેમાં લખ્યું છે કે, ખુદ સે જ્યાદા સંભલ કર રખતા હું મોબાઇલ અપના, ક્યોકિ રિશ્તે સારે અબ ઇસી મે કેદ હે.

ટ્વિટર પર કેટલાક લોકોએ આ કવિતાના વખાણ કર્યા. પરંતુ કેટલાક લોકોએ તેમની સૌથી મોટી ભૂલ પકડી લીધી અને કહ્યું કે આ કવિતા ગુલઝારની નથી. કેટલાક યુઝર્સે એવું પણ લખ્યું છે કે આ કવિતા ફેસબુક પર ગુલઝારના નામથી ચલાવી રહી છે પરંતુ ખરેખર તે ગુલઝારની નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.