પ્રમુખસ્વામીના જન્મદિવસે મુંબઈમાં જોવા મળ્યું અદભૂત દૃશ્ય, BAPSના મંદિરો કે ઉત્સવોની સ્વચ્છતાનું રહસ્ય સમજાઈ જશે

તાજેતરમાં જ 4 ડિસેમ્બર,2019ના દિવસે મુંબઈના DY PATIL સ્ટેડિયમમાં BAPSના વિશ્વ વંદનીય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતી ધામધૂમપૂર્વક ઉજવાઈ ગઈ. આ મહોત્સવનો લાભ લેવા 70,000થી વધુ ભાવિકો સ્ટેડિયમમાં હાજર હતા.

સભા બાદ લોકોને એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું.. BAPSનાં સંતો દ્વારા સમગ્ર સ્ટેડિયમમાં ફરીને ખૂણેખૂણામાંથી કચરો સાફ કરવામાં આવ્યો હતો.. જેમાંના કેટલાક સંતોએ તો વિદેશની ઓક્સફર્ડ, હાવર્ડ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. નિર્માની સંતોએ કચરો વીણી, મોટી કોથળીઓમાં ભરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો. તેઓના આ સેવા-કાર્યથી લોકોને પ્રમુખ સ્વામી મહારાજે બાંધેલા મંદિરો કે મોટા-મોટા ઉત્સવોની સ્વચ્છતાનું રહસ્ય સમજાઈ ગયું હતુ. BAPS સંસ્થા ફક્ત આદ્યાત્મિક જ નહીં પરંતુ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ અગ્રિમ રહીને સમાજમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે તે વાત સમજાઈ ગઈ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.