LRDનું ફાઇનલ મેરિટમાં નવો છબરડો સામે આવ્યો, જનરલ કેટેગરીના ઉમેદવારો ખાસ વાંચે આ અહેવાલ

વિવાદથી ભરપૂર લોકરક્ષકની ભરતીમાં નવો છબરડો સામે આવ્યો છે. ભરતી બોર્ડ દ્વારા જાહેર કરેલા ફાઇનલ મેરિટ લિસ્ટને લઈ ઉમેદવારોમાં અનેક સવાલો ઊઠયા છે. ઉમેદવારો આક્ષેપો કરી રહ્યાં છે કે, જનરલ કેટેગરીના મેરિટમાં ગોઠવણો પડી છે.

કારણ કે, ડોક્યુમેન્ટ્સ ચકાસણી વખતે જનરલ કેટેગરીનું કટઓફ ૮૮.૨૫ ટકાએ અટક્યું હતું, જ્યારે ફાઇનલ મેરિટમાં જનરલ કેટેગરીનું કટઓફ વધવાના બદલે ઘટીને ૮૮ ટકાએ અટક્યું છે.

આમ દસ્તાવેજ ચકાસણીના મેરિટની સરખામણીએ ફાઇનલ મેરિટમાં ઘટાડો થવાના બદલે વધતાં અન્ય કેટેગરીના ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે ભરતી બોર્ડના ચેરમેનનો સંપર્ક થઈ શક્યો નહોતો.

ગાંધીનગરના એક ક્લાસિસના સંચાલકે આ અંગે જણાવ્યું હતું કે, મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ બેઠકના દોઢ ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવતા હોય છે. કારણ કે, કોઈ ઉમેદવારોના દસ્તાવેજમાં ક્ષતિ જણાય તો તેની જગ્યાએ અન્ય ઉમેદવારનો સમાવેશ થાય. આમ દસ્તાવેજ ચકાસણી માટે જે કટઓફ નક્કી કરવામાં આવે તેના કરતાં ફાઇનલ મેરિટનું કટઓફ ઊંચું જતું હોય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.