બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 9 વિકેટે માત આપી. રવિવારે રમાયેલી આ અંતિમ મેચમાં હારની સાથે ત્રણ મેચની આ સીરીઝ 1-1થી ડ્રો થઇ ગઇ. ભારતની હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે ટીમ આ પ્રકારની સપાટ વિકેટ વાળી મેચમાં પહેલા બેટિંગ કરવાથી પીછેહઠ નહી કરે.
કોહલીએ જણાવ્યું કે આ પ્રકારની પિચ પર પહેલાં બેટિંગ કરીને ટીમને અજમાવતા રહીશું. તેમણે તેને ટીમ રણનીતિનો હિસ્સો ગણાવ્યો. મેચ હારવાની સાતે જ વિરાટે કહ્યું રે અમે આ જ પ્રકારની મેચ ઇચ્છતા હતા. વિરાટ કોહલીએ જણાવ્યું કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ટી-20 પહેલા આ જ પ્રકારની મુશ્કેલ મેચ રમવા માગતી હતી. સાથે સાથે ટી-20 વર્લ્ડ કપમાં જતાં પહેલાં બેટિંગ કરવાની પેટર્નને અજમાવતા રહેવાની વાત પણ તેણે કરી. હરિફ ટીમના વખાણ કરતાં વિરાટે કહ્યું કે સાઉથ આફ્રિકાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ.
કોહલીએ કહ્યું કે પ્રથમ હાફમાં પિચ તેમની બોલિંગને અનુકૂળ આવી. કોહલીએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે તે વર્લ્ડ કપ પહેલા દરેક સ્થિતિમાં ટીમને પરખવા માગે છે. કોહલીએ કહ્યું કે, ટી-20 ક્રિકેટમાં રનોનો પીછો કરવો સરળ હોય છે. અન્ય ફોર્મેટમાં તમારે પાર્ટનરશીપ બનાવવા માટે લાંબા સમય સુધી રમવાનું હોય છે. અહીં 40-50 રનની પાર્ટનરશીપ ઘણી ઉપયોગી હોય છે અને વિપક્ષી ટીમ પાસેથી મેચ ઝૂંટવી લેવા માટે પૂરતી હોય છે.
ટીમ અંગે કોહલીએ કહ્યું કે આ સમયે ઘરેલૂ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક મળી રહી છે. એવું નથી કે અમે અજાણ્યા ખેલાડીઓ સાથે રમી રહ્યાં છીએ. આ ખેલાડીઓએ ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે અને આ જ કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહ્યાં છે. કોહલીએ ટીમના ખેલાડીઓ વિશે કહ્યું કે, આપણે તે સમજવુ પડશે કે આ એક યુવા ટીમ છે. આજે અમે 9 વિકેટ ગુમાવી દીધી. મોટી ટૂર્નામેન્ટોમાં અમે આ કમીને જલ્દી દૂર કરવા માંગીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.