આખા ક્રિકેટ સ્ટેડિયમમાં માત્ર એક જ નામ ગુંજતું’તું યુવી…યુવી… સામેની ટીમ થરથર ધ્રુજતી’તી!

ભારતીય ક્રિકેટ ટીમનાં મહાન ખેલાડી યુવરાજ સિંહનો આજે જન્મદિવસ છે. યુવી આજે 38 વર્ષનો થઈ ગયો. 10 જૂન 2019ના દિવસે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો. ભારતની ક્રિકેટ ટીમના સંકટમોચક યુવરાજ સિંહના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા.

પોતાના કરિયર દરમિયાન યુવરાજે બેટિંગ અને બોલિંગ એમ બન્ને રીતે લોકોનું દિલ જીત્યું હતું. તેના ઓલરાઉન્ટર પરફોર્મન્સના કારણે આજે કરોડો દોશવાસીઓ તેનું નામ એક ઈજ્જત સાથે લેતા જોવા મળે છે. 19 સપ્ટેમ્બર 2007ના રોજ યુવરાજ સિંહે ઈતિહાસ રચ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં રમવામાં આવેલા પહેલા ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજે ઈગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોર્ડ સામે એક ઓવરમાં બધા જ 6 બોલમાં જ સિક્સર ફટકારી હતી. ત્યારે કરોડો લોકો આ દૃશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયા હતા અને સ્ટેડિયમમાં પણ એક જ નામ ગુંજતું હતું યુવી યુવી અને યુવી….

ભારતની બેટિંગ હતી અને 18મી ઓવર ચાલતી હતી. એન્ડ્રયુ બોલિંગ કરતો હતો અને એણે યુવરાજ તરફ અભદ્ર ઈશારો કર્યો હતો. માટે યુવરાજને તેની સાથે થોડી બોલાચાલી થઈ ગઈ. પરંતુ એન્ડ્રયુનો હિસાબ સ્ટુઅર્ટ બ્રોર્ડને ભોગવવો પડ્યો હતો. 19મી ઓવર સ્ટુઅર્ટ બ્રોર્ડએ ફેંકી અને યુવરાજે એમાં 6 સિક્સક ફટકારી. ક્રીઝની બહાર ઉભા ઉભા ધોની તો યુવરાજ તરફ જોઈ જ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.