જ્યારે રાનૂ મંડલ સોશ્યિલ મીડિયા પર છવાઈ અને પછી સ્ટાર બની ત્યારે એક ન્યૂઝ આવી હતી કે સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખ રૂપિયાનો ફ્લેટ ગિફ્ટ આપ્યો છે. સલમાન ખાને આ વાતનો જવાબ આપતાં કહ્યું કે મેં આવી કોઈ ગિફ્ટ રાનૂ મંડલને આપી નથી માટે તેની ક્રેડિટ હું લઈ શકું નહીં.
રાતોરાત સોશ્યિલ મીડિયા પર છવાઈ રાનૂ મંડલ
સોશ્યિલ મીડિયા સેંસેશન રાનૂ મંડલ રાતોરાત સ્ટાર બની. રાનૂનો પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરના ગીત એક પ્યાર કા નગમા હૈ ગીત ગાતો એક વીડિયો વાયરલ થયો અને તેણે સોશ્યિલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી. આ પછી રાનૂની જિંદગી બદલાઈ ગઈ. તે દેશભરમાં નામ કમાઈ ગઈ.
રાનૂ મંડલના મેનેજર અને સલમાન ખાને પણ આપ્યો ગિફ્ટની વાતને રદિયો
આ પહેલાં પણ જ્યારે સલમાને રાનૂને ફ્લેટ ગિફ્ટ આપવાની ન્યૂઝ આવી હતી ત્યારે રાનૂ મંડલના મેનેજરે આ વાતને રદિયો આપ્યો હતો. પણ હવે સલમાન ખાને પોતે કહ્યું છે કે તેઓએ રાનૂને કંઈ ગિફ્ટ આપી નથી. સલમાને કહ્યું કે મેં પણ આ ફ્લેટ ગિફ્ટ આપવાની વાત સાંભળી હતી પણ મેં કંઈ કર્યું જ નથી તો તેની ક્રેડિટ હું લઈ શકું નહીં. આ વાત સદંતર ખોટી છે.
એટલું જ નહીં, હિમેશ રેશમિયાએ રાનૂ મંડલને પોતાની આવનારી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં ગીત ગાવાનો અવસર આપ્યો. આ સમયે એક એવી વાત ફેલાઈ રહી હતી કે સુપરસ્ટાર સલમાન ખાને રાનૂને 55 લાખ રૂપિયાનો ફ્લેટ ગિફ્ટ આપ્યો છે. સાથે એમ પણ કહેવાઈ રહ્યું હતું કે સલમાન ખાને પોતાની ફિલ્મ દબંગ 3માં રાનૂને ગાવાનો અવસર આપ્યો છે. પરંતુ હવે સલમાન ખાને આ વાતોને ખોટી ઠેરવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.