પાસપોર્ટ પર કમળનાં નિશાનને લઈ સંસદમાં હંગામો, વિદેશ મંત્રાલયે આપી આ સફાઈ

ભારતીય પાસપોર્ટ પર કમળનાં નિશાનને લઈ હંગામો મચ્યો છે. જેન લઈને વિદેશ મંત્રાલયે સફાઈ આપી છે. મંત્રાલયે કહ્યું કે, સુરક્ષા સ્ટાન્ડર્ડને મજબૂત કરવા માટે પાસપોર્ટ પર કમળનું નિશાન લાવવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ મામલે સફાઈ આપતાં કહ્યું કે, ફરજી પાસપોર્ટની ઓળખાણ કરવા માટે અને પાસપોર્ટનાં સિક્યોરિટી ફીચર્સને મજબૂત કરવા માટે કમળનું નિશાન લાવવામાં આવ્યું છે. સાથે જ તેઓએ કહ્યું કે, કમળ આપણું રાષ્ટ્રીય ફૂલનું પ્રતીક છે.

રવીશ કુમારે કહ્યું કે, કમળ ઉપરાંત પણ અનેક સારા ચિન્હો છે. અને હવે એક પછી એક એમ અલગ અલગ રાષ્ટ્રીય ચિન્હોનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં ફક્ત એ જ ચિન્હોનો ઉપયોગ થશે કે જે ભારત સાથે જોડાયેલાં છે. ICAOની ગાઈડલાઈન પ્રમાણે આ બદલાવ કરવામાં આવ્યો છે.

તો લોકસભામાં કોંગ્રેસ સાસંદે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જણાવી દઈએ કે, કેરળનાં કોઝિકોડમાં કમળનાં નિશાનવાળા પાસપોર્ટ આપવાના મુદ્દે કોંગ્રેસ સાંસદ એમ કે રાઘવને લોકસભામાં શૂન્યકાળ દરમિયાન આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાઘવને આરોપ લગાવ્યો કે, સરકારી સંસ્થાનોને ભગવાકરણ કરવાની કોશિશ છે કેમ કે, કમળ બીજેપીનું ચૂંટણી ચિન્હ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.