મોદી સરકારની ઉજ્જવલા યોજનામાં થયું કૌભાંડ, CAGએ કર્યો ચોંકાવનારો ખુલાસો

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં મોદી સરકારની મોટી યોજનાઓમાંથી એક છે. આ યોજના હેઠળ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે. સરકારના દાવા મુજબ દેશના 8 કરોડ પરિવારોને લાભ મળી ચૂક્યો છે. જોકે, હવે નિયંત્રક અને કેગની આ યોજનાને લઇને સવાલ ઉભા કર્યા છે.

કેગમા રિપોર્ટ મુજબ ઉજજ્વલા યોજનાનો વ્યાપક દુરઉપયોગ થઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાતમંદોની જગ્યાએ આ યોજનાનો લાભ તે લોકોને મળી રહ્યો છે જેને જરૂરત નથી. કેગે કહ્યું કે એલપીજી ગેસના નિરંતર ઉપયોગને પ્રોત્સાહિત કરવો એક મોટો પડકાર છે કારણકે લાભાર્થીઓની વાર્ષિક સરેરાશ રિફિલ ખપતમાં ઘટાડો આવ્યો છે. ગત વર્ષના રિપોર્ટ મુજબ યોજના હેઠળ જે 1.93 કરોડ ઉપભોક્તાઓને કનેક્શન આપવામાં આવ્યું હતું તેમાથી એક ઉપભોક્તા વાર્ષિક 3.66 એલપીજી જ રિફિલ કરાવે છે.

કેગના રિપોર્ટ મુજબ સોફ્ટવેરમાં ગડબડીના કારણથી 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો 80 હજાર કનેક્શન બહાર પાડવાની અનુમતિ આપી છે. આ રીતે 8.59 લાખ કનેક્શન તે લાભાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા હતા જે જનગણના 2011ના આંકડા અનુસાર નાબાલિક હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યોજના હેઠળ આવનાર 13.96 લાખ ઉપભોક્તા એક મહિનામાં 3-41 સુધી એલપીજી સિલિન્ડર રિફિલ કરાવી રહ્યા છે. જ્યારે ઇન્ડેન અને એચપીસીએલના આંકડા મુજબ 3.44 લાખ એવા ઉપભોક્તાઓનના મામલા આવ્યા છે કે જ્યા એક દિવસમાં 2-20 એલપીજી રિફિલ ભરવામાં આવી રહ્યા છે. જ્યારે તેમનું કનેક્શન એક સિલિન્ડર વાળું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.