પ્રિયંકાએ સિદ્ધૂને લઈ લીધો મોટો નિર્ણય! પંજાબના રાજકારણમાં થઈ શકે છે ભારે ઉથલપાથલ

નવજોત સિંહ સિદ્ધુને લઈ ફરી એકવાર પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પંજાબમાં ચર્ચા ચાલી રહી છે કે, સિદ્ધુ ફરી એકવાર પંજાબની કેબિનેટમાં શાનદાર પુનરાગમન કરશે. આ વખતે તો તેમને પ્રમોશન પણ આપવામાં આવશે. સિદ્ધુને રાજ્યના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઈચ્છે છે કે, સિદ્ધૂને પંજાબના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે અને આ વાતની જાણકારી તેઓ સીએમ કેપ્ટન અમરિંદર સિંહને પણ આપી ચુક્યા છે. માનવામાં આવે છે કે પાર્ટીથી નારાજ ચાલી રહેલા પંજાબ કોંગ્રેસના ધારાસભ્યોને સંતુષ્ઠ કરવા અને આમ આદમી પાર્ટી અને ભાજપ તરફથી સિદ્ધૂને ફરી એકવાર પોતાના પક્ષમાં કરવાને લઈ ચાલી રહેલી ગતિવિધિ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડને સિદ્ધૂને હવે હાંસિયા પર ધકેલવુ ભારે પડી શકે છે.

એવુ પણ માનવામાં આવે છે કે, કેપ્ટન સરકારથી અનેક ધારાસ્સભ્યો નારાજ ચાલી રહ્યાં છે અને આ નારાજ ધારાસભ્યોની આગેવાની સિદ્ધૂ કરી રહ્યાં છે. જેના કારણે જ સિદ્ધૂની કેબિનેટમાં વાપસી કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અને તેમને ડેપ્યુટી સીએમ પદ પણ આપવામાં આવી શકે છે. આ મામલે પંજાબ કોંગ્રેસના તમાન નેતાઓ અને ખુદ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ પણ તોળી તોળીને બોલી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.