નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનની આગ અસમ સહિત પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં થતા પશ્ચિમ બંગાળમાં ફેલાઇ છે. અમેરિકાએ પૂર્વોત્તર ભારતમાં મુસાફરી કરવાને લઇ પોતાના દેશના નાગરિકો માટે એલર્ટ રજૂ કર્યું છે.
ભારતમાં અમેરિકન દૂતાવાસે એડવાઇઝરી રજૂ કરતાં લખ્યુ, ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ગયા હોય અથવા તો જવાનું વિચારી રહેલા અમેરિકન નાગરિક સાવચેત રહેજો. નાગરિકતા કાયદાની વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શન અને હિંસા સંબંધિત મીડિયા રિપોર્ટ્સને ધ્યાનમાં રાખતા સાવધાની રાખજો. કેટલાંક વિસ્તારમાં કર્ફ્યૂ લાગેલો છે. ત્યાં ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસીસ પર પણ અસર પડી શકે છે.
દૂતાવાસની તરફથી રજૂ કરાયેલા પ્રેસ રીલીઝમાં કહ્યું કે દેશના અન્ય ભાગમાં પણ પ્રદર્શન થઇ રહ્યું છે. અમેરિકન સરકારે અસમ જવા પર અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. આપને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન બિલને લઇ ચાલી રહેલ વિવાદ થોભવાનું નામ લઇ રહ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.