તાજેતરમાં ઓનલાઇન શોપિંગને ક્રેઝ લોકોમાં વધતો જાય છે. જેમાં કંપનીઓ સેલ દ્વારા ઘણી બધી વસ્તુઓ સસ્તી કિંમતમાં ઓનલાઇન વેચી રહી છે. ઓનલાઇન શોપિંગના ફાયદા તો ઘણા છે. પણ તેના નુકસાનના દાખલા પણ સામે આવતા રહે છે. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા સોનાક્ષી સિન્હાને 18 હજાર રૂપિયાનાં હેડફોનની જગ્યાએ લોંખડનાં ટુકડાઓ ડિલિવર થયા હતા.
જેમાં હાલમાં જ એક વ્યક્તિએ Flipkart પર iPhone ઓર્ડર કર્યો હતો. જેમાં તે વ્યક્તિને કંપની તરફથી નકલી ફોન મળ્યો હતો. ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે તેમ તેમ ગ્રાહકો સાથે છેતરપિંડી થવાના કિસ્સાઓમાં પણ વધારો થતો જાય છે. જેમાં બેંગલુરુના એક યુવકે ફ્લિપકાર્ટ પર iPhone 11 Pro મંગાવ્યો હતો. પરંતુ તેની સામે કંપનીએ યુવકને નકલી ફોન પધરાવી દીધો હતો.
ઉલ્લેખનિય છે કે બેંગલુરુમાં રહેનારા રાજનીકાંત કુશવાહાએ ફ્લિપકાર્ટથી આઈફોન 11 પ્રોનો ઓર્ડર કર્યો હતો. જ્યારે લાંબા સમયની રાહ જોતા તેમણે કંપનીને ફોન ડિલિવર કર્યો હતો. પરંતુ રજની કાંતે ફોનનો બોક્સ ઓપન કર્યું તો તેમના હોશ ઉડી ગયા હતા. ફોનનાં બોક્સમાં તેમણે આઈફોન 11 પ્રોનાં કેમેરાનું સ્ટિકર લાગેલો એક ફોન મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.