સર્જીકલ સ્ટ્રાઇકના હીરો કહેવાતા રિટાયર્ડ લેફ્ટિનેંટ જનરલ સતીશ દુઆએ મનોહર પર્રિકરને યાદગાર રક્ષામંત્રી ગણાવ્યા છે. નેશનલ મીડિયા સેન્ટરમાં શુક્રવારના રોજ મનોહર પર્રિકરની 64મી જયંતી પર આયોજીત એક કાર્યક્રમમાં સતીશ દુઆએ કહ્યું કે કેવી રીતે 2016મા ઉરી એટેક બાદ તેમની પહેલી મુલાકાત રક્ષામંત્રી મનોહર પર્રિકર સાથે થઇ.
સતીશ દુઆએ કહ્યું કે મનોહર પર્રિકર સાથે પહેલી મુલાકાત ખૂબ જ ખરાબ સમયમાં થઇ. ઉરી કેમ્પ પર આતંકી હુમલાની માહિતી મળતા જ તેઓ ગોવાથી સીધા દિલ્હી અને પછી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. મેં તેમને રિસીવ કર્યા હતા. એ હુમલામાં આપણા 18 જવાન શહીદ થયા હતા. પહેલાં તેમણે મારી પાસેથી ઘટનાની માહિતી લીધી. પછી થોડાંક સમય બાદ હું જ્યારે તેમની ચેમ્બરમાં ગયો તો મને તેમણે માત્ર બે વાત કરી. પહેલી વાત એક પ્રશ્નના રૂપમાં હતી, તે ઓપરેશન સાથે જોડાયેલ સંવેદનશીલ વાત રહી, આથી તેને જાહેર કરી શકાય નહીં. પરંતુ તેમની બીજી વાત એ મને ખૂબ જ પ્રભાવિત કરી દીધો. તેમણે કહ્યું કે જુઓ આપણા તરફથી એક પણનો જીવ જવો જોઇએ નહીં. મેં તેમને પૂરો વિશ્વાસ અપાયો તો તેમણે સર્જીકલ સ્ટ્રાઇક કરવાની મંજૂરી આપી દીધી. તેના 10 દિવસની અંદર આતંકીઓને જડબાતોડ જવાબ આપી દીધો.
ચીફ ઓફ ઇંટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ પદ પરથી રિટાયર થયેલા સતીશ દુઆએ કહ્યું કે રક્ષામંત્રી તરીકે રહેતા મનોહર પર્રિકરે કેટલાંય સાહસિક નિર્ણય લીધા. સેનામાં વર્ષોથી પેન્ડિંગ કેટલાંય પ્રોજેકટને તેમણે ગતિ આપી. તેમની સાથે કામ કરવું યાદગાર રહ્યુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.