મોરબીઃ મોરબીમાં ગઈકાલે જન આરોગ્યને ચેડા કરવાની શરમજનક ઘટના બહાર આવી હતી. જેમાં એક વ્યક્તિએ દુકાને બ્રેડનું પેકેટ ખરીદીને ઘરે લઈને જોતા એક બ્રેડમાંથી ઉંદરનું મૃત બચ્ચુ નીકળ્યુ હતુ.
બાદમાં આ વ્યક્તિએ કલેક્ટરને આ અંગે લેખિતમાં ફરીયાદ કરી હતી. જેના પગલે ફુડ વિભાગે જવાબદાર ક્રિષ્ના બેકરીમાં તપાસ કરી હતી. અને આ બેકરીમાંથી પાઉં સહિતની બેકરીની બનાવટના નમુના લઈને લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલ્યા હતા.
મોરબીના શનાળા રોડ ઉપર જીઆઈડીસી નજીક આવેલી એક દુકાનમાંથી દીપકભાઈ રતિલાલ હડીયલ નામના નાગરીકે બે દિવસ પહેલા પાઉંનું એક પેકેટ ખરીદીને ઘરે જઈને ખોલતા પાઉં વચ્ચેથી ઉંદરડીનું મૃતક બચ્ચુ મળી આવતા તેઓ ક્રિષ્ના બેકરીએ ગયા હતા.
જયાં આ પેકેટ અને ઉંદરનું મૃત બચ્ચુ બતાવતા એ-પ૭ જીઆઈડીસી ખાતે આવેલી ક્રિષ્ના બેકરી પ્રોડક્ટના માલીકે આ બળેલુ લાકડુ છે. અથવા તો કોથળાનો ટુકડો છે. એવો લુલો બચાવ કર્યો હતો. પણ ઉંદરનું મૃત બચ્ચુ છે એ માનવનાો ઈન્કાર કરીને હાથ ઊંચા કરી નાખ્યા હતા.
બાદમાં દિપકભાઈએ આ બનાવ અંગે કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી હતી અને ક્રિષ્ના બેકરી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેથી કલેક્ટરના આદેશના પગલે ફુડ શાખા હરકતમાં આવ્યુ હતુ. અને આજે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ક્રિષ્ના બેકરીમાં તપાસ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.