ગુજરાતીમાં એક કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. આ પંક્તિ સાચા અર્થમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામના સફિન હસને માત્ર 24 વર્ષની સૌથી નાની વયે ભારતમાં આઈપીએસ ઓફિસર બની સાર્થક કરી બતાવી છે. સામાન્ય પરિવારમાં ઉછરેલ સફિન હસને પોતાનો અભ્યાસ ગામમાં કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જુદા જુદા આઠ જેટલા પ્રોબેશનલ આઈ.પી.એસ.ને રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં પોસ્ટીંગ અપાયા છે તે પૈકીના એક પ્રોબેશન આઇ.પી.એસ. અધિકારીને સફિન હસનનું પોસ્ટીંગ જામનગરમાં આપ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના કાણોદરના 24 વર્ષના સફિન હસને યુપીએસસીની પરીક્ષા પાસ કરી સમગ્ર ભારતમાં સૌથી નાની વયના આઈપીએસ અધિકારી બનતા યુવાનોના રોલ મોડલ બની ગયા છે. ગરીબ પરિવારમાં ઉછરેલા અને નાનપણથી જ કલેક્ટર અને આઈપીએસ બનવાનો લક્ષ્ય રાખી અભ્યાસ કરતા સફિન હસનની આજે જામનગર ખાતે આઈપીએસ તરીકે પોસ્ટિંગ થતા પરિવાર સહિત સમગ્ર બનાસકાંઠામાં યુવાનોના રોલ મોડલ બની ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.