સ્મોલ સ્ક્રિનનાં હિટ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ooltah Chashma) નાં સેટનો એક વીડિયો વાયરલ થયો છે. સ્મોલ સ્ક્રિનનાં હિટ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Tarak Mehta Ka Ooltah Chashma) નાં સેટનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બબીતાજી અને ઐયર ‘નીંદ ચુરાઇ મેરી કિસને ઓ સનમ..’ પર ડાન્સ કરતાં નજર આવે છે. ખાસ વાત તો એ છે કે, આ સિઝલિંગ પરફરોર્મન્સ દરમિયાન જેઠાલાલને સપનું આવી જાય છે અને આ સપનાંમાં જેઠાલાલ બબીતાજી સાથે ડાન્સ કરતાં પોતાને જુવે છે.
વીડિયોમાં આપ જોશો કે પહેલાં મુનમુન દત્તા એટલે કે બબીતાજી એકલી જ ડાન્સ કરે છે અને બાદમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી આવીને તેની સાથે ડાન્સ કરે છે. આ ડાન્સમાં મિસ્ટર અય્યર પણ બબીતાજીની સાથે સ્ટેજ શૅર કરતો નજર આવે છે. આ ડ્રીમ સિક્વન્સનાં શૂટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
શોની TRPની વાત કરીએ તો હાલમાં તે બરકરાર છે. જોકે, દર્શકો દયાબેનને મિસ કરી રહ્યાં છે. આ શોમાં હવે દયાબેન તરીકે દિશા વાકાણીની વાપસી થાય છે કે નહીં તે તો આવનારા એપિસોડમાં જ માલૂમ થશે. પણ જે પ્રમાણે ગત એપિસોડમાં દર્શાવવામાં આવ્યું તે મુજબ જેઠાલાલ તેની દયાને યાદ કરે છે અને જ્યારે ગોકુલધામ વાસીઓ પણ તેને યાદ કરે છે અને ફોન કરવા કહે છે ત્યારે જેઠાલાલ કહે છે કે, હવે ટૂંક સમયમાં દયા તેની માતાનાં ઘરેથી પાછી જ આવવાની છે. તેની વાત થઇ છે દયાની સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.