નિર્ભયા કેસને આજે 7 વર્ષ થયા : રેપ કેસમાં સજા અને ચાર્જશીટનું પ્રમાણ મંદ પડયું

દિલ્હીમાં 16મી ડિસેમ્બર, 2012ના રોજ એક યુવતી પર ચાલુ બસે રેપ ગુજારવામાં આવ્યો હતો, ઉપરાંત તેના ગુપ્તાંગોમાં સળીયો નાખવામાં આવ્યો હતો. પીડિતાને આૃધમરી હાલતમાં ચાલતી બસે ફેંકી દેવામાં આવી હતી.

બાદમાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર દેશમાં રેપની ઘટનાઓ સામે લોકો અવાજ ઉઠાવવા રસ્તા પર ઉતર્યા હતા. આ ઘટનાને 16મીએ સાત વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે જ્યારે બીજી તરફ રેપની ઘટનાઓ યથાવત છે અને અતી નિમ્ન કક્ષાના અપરાધ થઇ રહ્યા છે.

બીજી તરફ દેશમાં રેપની જે ઘટનાઓ સામે આવી રહી છે તેના પ્રમાણમાં ધરપકડ અને કેસમાં દોષીત જાહેર કરવાની પ્રક્રિયા અતી મંદ ગતીએ ચાલી રહી છે. આ ઉપરાંત સજા સંભળાવ્યા બાદ સજા આપવામાં નથી આવી રહી, અનેકને ફાંસીની સજા તો સંભળાવી પણ નિર્ભયા કેસ બાદ હજુસુધી એક પણ વ્યક્તિને રેપના કેસમાં ફાંસીએ લટકાવવામાં આવ્યો નથી.

ખુદ નિર્ભયાના અપરાધીઓ જેલમાં આરામ ફરમાવી રહ્યા છે.  આંકડામાં અન્ય ચિંતાનજક બાબત એ પણ સામે આવી છે કે રેપના કેસમાં દોષીત જાહેર કરવાની જે ટકાવારી છે તેમાં ઘટાડો થયો છે અને 32 ટકાએ આવી ગઇ છે તેની સાથે જ અન્ય એક બાબત એ પણ સામે આવી છે કે કેસ કોર્ટ સુધી પહોંચી જ નથી રહ્યા કેમ કે રેપના કેસમાં ચાર્જશીટ દાખલ થવામાં બહુ જ મોડુ થઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.