નાગરિકતા કાયદાનો નિર્ણય હજાર ટકા સાચો, કોંગ્રેસ દેશમાં અરાજકતા ફેલાવે છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગરિકતા કાયદા મુદ્દે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ અને સહયોગી પક્ષો પર દેશમાં અરાજક્તા ફેલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું કે નાગરિકતા કાયદાનો નિર્ણય હજાર ટકા સાચો છે.

તેમણે દેશમાં આ મુદ્દે ફેલાયેલી હિંસા, અશાંતિ અને આગજની પાછળ વિપક્ષનો હાથ હોવાનો દાવો કર્યો. પીએમ મોદીએ ઝારખંડના દુમકામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતાં કહ્યું કે કોંગ્રેસ પાસે ઝારખંડને વિકસિત કરવા માટે કોઈ રોડમેપ આૃથવા ઈચ્છાશક્તિ જ નથી.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો નાગરિકતા કાયદા અંગે દેશમાં આગ ભડકાવી રહ્યા છે, પરંતુ પૂર્વોત્તરના લોકોએ નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ હિંસક દેખાવોને નકારી કાઢ્યા છે. કોંગ્રેસના કૃત્યો સાબિત કરે છે કે સંસદમાં લેવાયેલા બધા નિર્ણયો સાચા છે.

મોદીએ દાવો કર્યો કે વિરોધ પક્ષના નેતાઓએ માત્ર પોતાના મહેલોનું નિર્માણ કર્યું અને તેમણે લોકોની સમસ્યાઓ અંગે કોઈ ચિંતા કરી નહોતી. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના નેતૃત્વવાળી સરકારોની સિદ્ધિઓ ગણાવતાં તેમણે કહ્યું, હું રાજ્યમાં અમારા પક્ષ દ્વારા કરાયેલા વિકાસ કાર્યોનો હિસાબ આપવા અહીં આવ્યો છું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.