ચાર ચાર બંગળી વાળી ગાડીના ગીતથી પ્રસિદ્ધ થયેલી ગાયિકા કિંજલ દવેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલીયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી એક વાર સીટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે. જેના કારણે કિંજલ દવેને નોટીસ મળી છે. નવરાત્રી પહેલા કિંજલ દવેને કોર્ટની નોટીસ મળતા કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટની નોટીસ મળતા કિંજલ દવેએ ફરી એક વાર કોર્ટ સમક્ષ ચાર ચાર બંગળી વાળી ગાડીના ગીતના કોપીરાઇટ મામલે ખુલાસો આપવો પડશે. આ અગાઉ કોમર્સિયલ કોર્ટમાં કેસ થયો અને તે સમયે કોર્ટે યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરવા માટે જણાવ્યું હતું. જેના કારણે ઓસ્ટ્રેલીયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે સીટી સિવિલ કોર્ટમાં ગીતના કોપીરાઇટ મામલે દાવો કર્યો છે. કોર્ટમાં નવરાત્રી પહેલા કિંજલ દવેને આ મામલે ખુલાસો આપવો પડશે.
ઉલ્લેખનીય છે કે, ચાર ચાર બંગડીવાળી ગીત સતત વિવાદમાં જ રહ્યું છે. આ ગીતમાં જે ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે કાર ગુનાહિત પ્રવૃતિમાં ઉપયોગ કરવામાં આવી હતી અને ગીતની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયામાં રહેતા અને કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગાયક કાર્તિક પટેલ કોર્ટમાં અમદાવાદની કોમર્સિયલ કોર્ટમાં દાવો કર્યો હતો કે, આ ગીત મુળ મારું જ ક્રિએશન છે. મેં જ લખેલું છે. જો કે કિંજલ દવેએ મારા જ ગીતમાં નજીવા ફેરફાર કરીને નકલ કરી છે.
જેના કારણે કોર્ટે જાન્યુઆરી 2019 કાઠિયાવાડી કિંગની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. જેથી તે સમયે પણ કિંજલ દવેની મુશ્કેલી વધી હતી. તે સમયે કોર્ટે આદેશ આપ્યો હતો કે, કિંજલ દવે પોતાના કમર્શિયલ કાર્યક્રમમાં આ ગીત નહીં ગાઇ શકે. આ ઉપરાંત યૂ-ટ્યુબ પરથી પણ આ ગીતને હટાવી દેવું પડશે. કોર્ટના આદેશથી યૂ-ટ્યુબ પરથી ગીત હટાવી લેવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.