- ઉન્નાવ રેપ કેસમાં ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સગીરા પર દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. કુલદીપ સેંગર વિરૂદ્ધ દિલ્હીની તીસ હજારી કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. 2017માં અપહરણ અને બળાત્કાર કેસમાં ધારાસભ્ય સેંગરને દોષિત ઠેરવતા કોર્ટે ચાર્જશીટ દાખલ કરવામાં કરવામાં આવેલા વિલંબ બદલ સીબીઆઈને બરાબરની ઝાટકી હતી. આ કેસમાં સજાને લઈને 19 ડિસેમ્બરે ચર્ચા હાથ ધરવામાં આવશે.
- ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હી કોર્ટ સોમવારે ચુકાદો આપતા ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હીની તીસ હજારી કોર્ટે દોષી ઠેરવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી શશિ સિંહને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસમાં ભાજપમાંથી હાકી કાઢવામાં આવેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર મુખ્ય આરોપી છે.
- કુલદીપ સેંગર અને તેના સાથીઓએ 2017માં સગીરાનું અપહરણ કરીને સામુહિક દુષ્કર્મ કર્યું હતું. ઘટનાના લગભગ અઢી વર્ષ બાદ કોર્ટમાં ગત મંગળવારે સુનાવણી પુરી થઈ હતી. હાલ પીડિતા એમ્સમાં દાખલ છે. તેના પિતા-કાકી-માસી મૃત્યુ પામ્યા છે, જ્યારે કાકા જેલમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.