મમતા બેનરજી વિફર્યા, બંગાળમાં CAA લાગુ પાડતા પહેલાં સરકારે મારી લાશ પરથી પસાર થવું પડશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ NRC અને સુધારિત નાગરિકતા કાયદાની વિરુદ્ધ કોલકાતામાં વિશાળ રેલીની આગેવાની કરી હતી. મમતા બેનર્જીએ શહેરના હાર્દસમા રેડ રોડથી રેલીની શરૂઆત કરી હતી અને રવીન્દ્રનાથ ટાગોરના જન્મસ્થાન જોરાસખો ઠાકુર બારી ખાતે પૂરી કરી હતી. આ પ્રસંગે મમતાએ કેન્દ્રને પડકારતા કહ્યું કે, અમે પશ્ચિમ બંગાળમાં કોઈ પણ સંજોગોમાં NRC અને CAAને લાગુ નહીં પાડવા દઈએ. મારી લાશ ભલેને પડી જાય પણ હું NRC મુદ્દે ઝૂકીશ નહીં. આપણે બધા આ દેશના નાગરિકો છીએ.

આપણી નાગરિકતા કોઈ પણ છીનવી ન શકે. મમતાએ એવો આક્ષેપ કર્યો કે રાજ્યમાં હિંસા ભડકાવવા માટે ભાજપ દ્વારા કેટલાક લોકોને પૈસા આપવામાં આવી રહ્યાં છે.

બેનર્જીએ કહ્યું કે, જ્યાં સુધી હું જીવિત છું ત્યા સુધી સિટિઝનશિપ સુધારિત કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનનો અમલ નહીં થવા દઉં. સરકાર ઇચ્છે તો બંગાળ સરકારની ડિસમિસ કરી શકે છે અમે તાબે થઈશું નહીં. કેન્દ્ર સરકારે મારી લાશ પર CAB અને NRCનો અમલ કરી શકે છે. અમે જ્યારે એનઆરસીની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો ત્યારે અમે એકલા હતા. હવે બીજા મુખ્યપ્રધાનો પણ અમારી સાથે છે.તેમણે કહ્યું કે, દિલ્હીના મુખ્યપ્રધાન પણ NRCનો અમલ કરવાની વિરુદ્ધ છે. બિહાર, મધ્ય પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ અને કેરળના મુખ્યપ્રધાનો પણ NRC વિરુદ્ધ બોલી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.