સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ (Surendranagar Police) દ્વારા આયોજીત ટ્રાફિક જનચેતના શિબીર (Traffic Awareness Programme)માં વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલ (MLA Wadhvan Dhanji Patel)નું નિવેદન
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : ‘આ પોલીસ ડિપાટર્મેન્ટ શા માટે છે? ખબર છે? આપણે સુધરતા નથી એટલે! આપણે સુધરી જઈએ તો પોલીસવાળાની નોકરી જતી રહે!’ આ શબ્દો છે વઢવાણના ધારાસભ્ય (MLA Vadhvan) ધનજી પટેલના (Dhanji Patel)
દંડના કારણે પોલીસની આવક બંધ થઈ જવાની!
ધનજી પટલે કહ્યું, ‘આ દંડ છે તેના કારણે પોલીસની આવક બંધ થઈ જવાની છે. હું છાપામાં રોજ વાંચું છું કે પોલીસની આવક વધી ગઈ પરંતુ આપણે જો કાયદાનું પાલન કરીશું તો પોલીસની આવક બંધ જ થઈ જવાની છે. ‘
દુબઈમાં સોની દુકાન બહાર સુરક્ષા નથી રાખતાં
ધનજી પટેલે વધુમાં કહ્યું, ‘દુબઈમાં સોની દુકાનની બહાર સુરક્ષા નથી રાખતાં. સોનીઓ જો દુકાન બહાર સુરક્ષા રાખે તો એ પોલીસનું અપમાન ગણાય માટે સોનીઓ દુકાન બહાર સુરક્ષા ન રાખી શકે માટે આપણે જો કાયદો પાળીએ તો પોલીસની જરૂરિયાત જ નથી. ‘
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી 15મી ઑક્ટોબરથી મોટર વ્હીકલ ઍક્ટના નવા કાયદાઓનો અમલ થશે. અગાઉ આ કાયદાઓનો અમલ 16મી સપ્ટેમ્બરથી શરૂ કરાયો હતો. જોકે, તંત્રની અપૂરતી તૈયારીઓ અને લોકોને પડી રહેલી હાલાકીના કારણે સરકારે આ કાયદાની અમલવારી એક મહિનો પાછી ઠેલી છે. આ કાયદાના લીધે પોલીસ અને આર.ટી.ઓ વિભાગની આવક વધશે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલે આ સંદર્ભમાં જ લોકોને કાયદાનું પાલન કરવા ટિપ્પણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.