નહેરુ વિવાદ: જેલમાંથી બહાર આવતા જ પાયલ ફરી એક વખત ભડકી, બોલવાનું બંધ નહીં કરું

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને તેમના પિતા મોતી લાલ નેહરુના વિવાદિત વીડિયો મામલે ધરપકડ કરાયેલી અભિનેત્રી પાયલ રોહતગી હાલમાં જામી પર બહાર આવી ગઇ છે. રિયાલીટી ટીવી શો બિગબોસનો ભાગ રહી ચૂકેલી પાયલે એક નિવેદનમાં કહ્યું કે રાજસ્થાનમાં અભિવ્યક્તિની આઝાદી નથી. કારણે ત્યાં કોંગ્રેસની સરકાર છે. સાથે જ તેણે એવું પણ કહ્યું કે તે સોશિયલ મીડિયા પર તેના વિચાર શેર કરવાનું બંધ કરશે નહીં.

પાયલે કહ્યું કે જેલમાં તેની સાથે રહી રહેલી મહિલા કેદીએ તેનો પૂર્ણ રીતે સહયોગ કર્યો છે અને જેથી તે મહિલા કેદીઓ માટે LED લગાવવાની માંગ કરશે. તમને જણાવી દઇએ કે પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમા તેને જવાહર લાલ નહેરુ અને તેના પિતા માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તે બાદ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી જે બાદ તેને બુંદી પોલીસે અમદાવાદથી ધરપકડ કરી લીધી.

પાયલ રોહતગી વિરુદ્ધ સમાજસેવી અને યૂથ કોંગ્રેસ નેતા ચર્મેશ શર્માએ ફરિયાદ કરી હતી. પાયલની ધરપકડની ખબર જંગલમાં આગની જેમ ફેલાઇ ગઇ હતી. કારણકે તેણે તેની ધરપકડ અંગે પોતેએ જ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.