નિર્ભયા કેસ: 24મી જાન્યુઆરીએ નહીં આજે જ દોષિત પવનની અરજી પર સુનવણી, કોર્ટે નિર્ણય પાછો લીધો

નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિત પવન કુમાર ગુપ્તાની અરજી પર આજે જ સુનવણી થશે. પહેલાં દિલ્હી હાઇકોર્ટે સુનવણી 24મી જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી, પરંતુ નિર્ભયાના વકીલની દખલ બાદ હવે આજે જ સુનવણી કરવાનો નિર્ણય કર્યો છે. પવનના વકીલ એપી સિંહે નવા દસ્તાવેજ રજૂ કરવાનો સમય માંગ્યો હતો, તેના પર કોર્ટે સુનવણી ટાળી દીધી હતી.

આની પહેલાં દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરનાર પવને પોતાને સગીર ગણાવ્યો છે. પોતાની અરજીમાં પવને કહ્યું કે 2012મા તે સગીર હતો અને તેની સાથે કિશોર ન્યાય કાયદાની અંતર્ગત વર્તન કરવામાં આવે.

નિર્ભયા ગેંગરેપ કેસમાં ફાંસીની સજા મળતા પવન ગુપ્તાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે તે ડિસેમ્બર 2012મા થયેલી વારદાતના સમયે સગીર હતો અને ટ્રાયલ કોર્ટે ખોટી રીતે તેની વિરૂદ્ધ કામ કર્યું. અરજીમાં એમ પણ કહ્યું છે કે ટ્રાયલ કોર્ટે એક સગીર સાથે તેના અધિકારોનું હનન કર્યું છે.

પહેલાં રદ કરી હતી અરજી

પવને પોતાની અરજીમાં પોતાને ઘટનાના સમયે સગીર હોવાનો દાવો કરતી અરજી 2017મા દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી. નીચલી કોર્ટ પહેલાં જ આ અરજીને રદ કરી ચૂકયું છે, ત્યારબાદ તેઓ અપીલ કરવા હાઇકોર્ટમાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.