અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધ પ્રદર્શન વચ્ચે ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. આ મામલે ઈસનપુર પોલીસ ફરિયાદી બની છે. ઈસનપુર પોલીસે પાંચ હજાર લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધી છે. જેની અંદર પોલીસ ફરજમાં રૂકાવટ, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ સહિતની કલમો ઉમેરવામાં આવી છે.
અમદાવાદમાં ગુરુવારની સાંજે ફાટી નીકળેલી હિંસામાં 21 જેટલાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી પોલીસને ટાર્ગેટ કરી પથ્થરમારો કરાયો હતો. અને ભીડ દ્વારા એક પોલીસકર્મીને ખેંચી જઈ માર મારવામાં આવ્યો હતો. અમદાવાદમાં થયેલ આ હિંસા બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. ઈસનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ જે.એમ. સોલંકી આ મામલે ફરિયાદી બન્યા છે.
પોલીસે પાંચ હજાર લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસ ફરજમાં રૂકાવટ, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ષડયંત્ર રચી જીવલેણ હુમલો કરવો, ગેરકાયદે મંડળી રચી ગુનાને અંજામ આપવા જેવી કલમો ઉમેરી ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ મામલે પોલીસે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન સહતિ 49 આરોપીઓની ધરપકડ કરી છે. અને બાકીનાં અસામાજિક તત્વોને પકડી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.