બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં રૂપાણી સરકાર દ્વારા અનેક નિર્ણયો કરવામાં આવ્યા હતા. પણ હાલ આ બેઠકનો એક કિસ્સો સામે આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુની તબિયત નરમ થઈ ગઈ હતી. જેને કારણે સચિવાલયમાં આવેલાં તેમના કાર્યાલયમાં ડોક્ટરને બોલાવવા પડ્યા હતા.
આ દ્રશ્યો બાદ સચિવાલયમાં એવી ચર્ચા ઉઠી છે કે કેબિનેટની બેઠકમાં એવું તે શું થયું કે કૃષિમંત્રીની બેઠક લથડી? કહેવાય છે કે કૃષિ સહાય પેકેજ માટે 54 લાખમાંથી હજુ સુધી માત્ર 17 લાખ ખેડૂતોનું જ રજિસ્ટ્રેશન થઈ શક્યું છે. તેવામાં કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સહાય વિતરણ માટે ચાર કૃષિ સંમેલનો યોજવાનું કહ્યું હતું.
ચાર કૃષિ સંમેલનો યોજવાનું કહેતાં કૃષિમંત્રીનું ટેન્શન વધી ગયું હતું. આથી કેબિનેટમાં મીડિયા સમક્ષ બ્રીફિંગ બાદ ચેમ્બરમાં ડોક્ટર બોલાવવા પડ્યો હતા. રાજ્યમાં પહેલાથી જ પાક વીમો, અતિવૃષ્ટિ, માવઠાને કારણે થયેલાં નુકસાન સામે સરકારે જાહેર કરેલી સહાય મુદ્દે ખેડૂતો નારાજ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.