ગુજરાતમાં 3 દિવસ ઇન્ટરનેટ સેવા બંધ થાય તેવી શક્યતાઓ, હાલમાં સેવાઓ યથાવત

અમદાવાદ અને વડોદરામાં હિંસક પ્રદર્શન બાદ સરકાર દ્વારા તકેદારીના ભાગ રૂપે રાજ્યમાં 3 દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી શકે છે. એટલે કે ગુજરાતમાં 3 દિવસ માટે ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઇ શકે છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા તકેદારીના ભાદ સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

નોંધનિય છે કે, રાજ્યના ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચના બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અફવાહો ન ફેલાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવી શકે છે. જો રાજ્યમાં CAAના વિરોધને લઇ કાયદો વ્યવસ્થા કથળશે તો આ નિર્ણય લેવામાં આવી શકે છે.

ADGP કક્ષાના અધિકારીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી આ અંદેનો નિર્ણય કરવાની ગૃહ વિભાગે સત્તા આપી છે.

અમદાવાદનાં શાહઆલમ અને વડોદરામાં થયેલ હિંસક પ્રદર્શન બાદ રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં અફવાહ ન ફેલાય તેમજ સામાન્ય નાગરીક પર તેની માઠી અસર ન પડે તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.