ઉન્નાવ રેપ કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)થી સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ સેંગર પર કોર્ટે દંડ પણ ફટકાર્યો છે.
દિલ્હીની તીસ હજારી કોર્ટએ કુલદીપ સેંગરને દોષી ઠેરવ્યો અને સજા સંભળાવતા સેંગરને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ સાથે જ સેંગર પર 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ત્યાં જ આ નિર્ણયના સમયે કુલદીપ સેંગર કોર્ટ સામે હાથ જોડીને ઉભો હતો. આ સાથે જ કોર્ટે સીબીઆઇને પીડિતા અને તેના પરિવારને આવશ્યક સુરક્ષા આપવાનો આદેશ પણ કર્યો છે.
કોર્ટે સેંગરને અપહરણ અને રેપ માટે દોષી ગણાવ્યો. આ સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઇએ કોર્ટને વધુ સજા કરવાની માંગ કરી હતી. 16 ડિસેમ્બરે દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પોક્સોની સેક્શન 6 અંતર્ગત દોષી ગણાવ્યો. જ્યારે 17 ડિસેમ્બરે આ સજા પર બહેસ કરવામાં આવી હતી. આ પહેલા કોર્ટે કહ્યું હતું કે, તેઓ જલ્દબાજીમાં કોઇ ફેંસલો કરવા માંગતા નથી. ઉન્નાવ રેપ કાંડ જઘન્ય ષડયંત્ર, હત્યા અને દુર્ઘટનાથી ભરેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.