અમદાવાદમાં CAAના વિરોધ પ્રદર્શન સમયે થયેલ હિંસા મામલે ગૃહ મંત્રાલય નજર રાખી રહ્યું છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે રાજ્ય સરકાર પાસેથી માહિતી મગાવી છે. તો આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ હિંસા પૂર્વ આયોજિત હતી. કેટલાક લોકોએ ઉશ્કેરણી કરી છે, અને ષડયંત્રકારીઓએ તોફાન કરાવ્યા છે. કેટલાક લોકો શાંતિ ડહોળવાનું કામ કરે છે. હજારોની સંખ્યામાં પથ્થરો કેમ મળી જાય? પ્લાસ્ટિકની કોથળીમાં પથ્થર લાવ્યા હતા તેમ ડે.CMએ જણાવ્યું હતું.
તો ગઈકાલે થયેલી હિંસા બાદ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સમગ્ર શહેરમાં રાબેતા મુજબ ધંધા-રોજગાર ચાલુ થઈ ગયા છે. શાહઆલમ અને જમાલપુરમાં RAFની બે ટીમને તહેનાત કરવામાં આવી છે. તથા શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ચાંપતી નજર રાખી રહી છે. શાહ આલમ વિસ્તારમાં સેક્ટર 2 જેસીપી દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું હતું.
તો શાહ આલમમાં થયેલી હિંસા મામલે ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમો તપાસમાં જોડાઈ છે. સીસીટીવી અને મીડિયા કવરેજનાં આધારે પોલીસની ટીમો તપાસ કરી રહી છે. પોલીસે પથ્થરમારો કરનારા નવા 32 લોકોને શોધી કાઢ્યા છે. તો બીજી બાજુ હિંસા બાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. અને દરેક ધર્મનાં લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.