પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રવ્યાપી હિંસા અટકાવવા માટે વ્યક્તિગત હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું વડા પ્રધાનને અપીલ કરું છું કે, આવો આપણે શાંતિની પુનઃસ્થાપના કરીએ. તમે દેશના વડા પ્રધાન છો નહીં કે ભાજપના. હસ્તક્ષેપ કરીને અંધાધૂંધી અટકાવો. જ્યારે લોકતાંત્રિક આંદોલનો આટલી પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે સરકારે જનતા સામે ઝૂકવું જોઈએ. ભારતના નાગરિક તરીકે એમ કહો કે તમે સીએએ અને એનઆરસી પાછા ખેંચી રહ્યા છો.
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, દેશમાં અંધાધૂંધી ફેલાઈ છે કારણ કે લોકોનાં હૃદયોમાં ભારે રોષ છે. આપણે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. હું વડા પ્રધાનને કહેવા માગંુ છું કે, અત્યારે સીએએ અને એનઆરસી પાછા ખેંચવાની તાતી જરૂર છે. હું ભાજપના નેતાઓેને સ્થિતિ વણસી જાય તેવા નિવેદનો નહીં આપવા અપીલ કરું છું. કાયદો અને વ્યવસ્થાની જાળવણી રાજ્ય અને કેન્દ્ર એમ બંને સરકારની ફરજ છે. તેથી કેન્દ્ર સરકારે સીએએ અને એનઆરસી નકારી કાઢવા જોઇએ. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે અમે શાંતિપૂર્ણ રીતે સીએએનો વિરોધ કરતાં રહીશું. 2009થી અમે બંધ અને ચક્કાજામને સમર્થન આપવાનું બંધ કરી દીધું છે. ક્રિસમસના દિવસને બાકાત રાખીને સીએએના વિરોધમાં શ્રોણીબદ્ધ કાર્યક્રમો યોજાશે.
મમતાએ જણાવ્યું હતું કે, સરકારે સોશિયલ મીડિયા પર ફરતા કેટલાક વીડિયોની ચકાસણી કરી છે. તેમાં જાણવા મળ્યું છે કે ભાજપના અન્ય ધર્મના કાર્યકરો મુસ્લિમ ટોપી અને લુંગી પહેરીને પથ્થરમારો કરી રહ્યા છે. પોલીસે તેમની ધરપકડ કરી છે. તોફાનો પ્રસરાવવા માટે આ પ્રકારના હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.