વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના ચાણસદ ગામમાં એમ. એસ. યુનિ.ની વિદ્યાર્થિની ખુશ્બુ જાનીની ભેદી સંજોગોમાં થયેલી હત્યાના કેસમાં પોલીસે આખરે હત્યારાને ઝડપી પાડ્યો હતો. ધર્મની બહેન માનતાં ભાઈની બહેન પર નજર બગડતાં તેણે ખુશ્બુને પામવાના પ્રયાસમાં હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 17 ડિસેમ્બરના રોજ ચાણસદના સ્વામીનારાયણ મંદિરમાંથી સીસીટીવી ફૂટેજના ડીવીઆરની ચોરી પોલીસ માટે હત્યારા સુધી પહોંચવામાં મહત્વની કડી સાબિત થઈ હતી.
ગત તા.11 ડિસેમ્બરના રોજ ચાણસદ ગામના હેમાબહેન જાનીની દીકરી ખુશ્બુ જાની ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. તા. 14 ડિસેમ્બરના રોજ ચાણસદ ગામના હજીરા તળાવમાંથી ખુશ્બુની લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. ખુશ્બુને કપાળ અને ગળા તથા બોચીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ક્રૂરતાપૂર્વક રહેંસી નાંખવામાં આવી હતી. તેમજ તેના હાથ પગ દોરડા અને દુપટ્ટા વડે બાંધી, લાશ ગોદડું અને પ્લાસ્ટિકના ટાંટિયામાં વિંટાળીને ડિશના કેબલ વાયર વડે બાંધી, તેની સાથે ઝાડના લાકડાનું થડ કાથીની દોરીથી બાંધી તળાવમાં નાંખવામાં આવી હતી. પાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ખુશ્બુની હત્યા કેસની તપાસ કરતી પોલીસે તાજેતરમાં ગામમાં એવી વાત વહેતી કરી હતી કે, હત્યા કેસના આરોપીના સગડ મળી ગયા છે. અને થોડા પુરાવાઓ એકઠાં કરવાના બાકી છે. જેને પગલે ખુશ્બુના હત્યારાએ તા. 17 ડિસેમ્બરના રોજ રાત્રે સ્વામીનારાયણ મંદિરના સીસીટીવી ફૂટેજના ડીવીઆરની ચોરી કરી હતી. આ ચોરી પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.