ગુજરાતમાં હાલમાં જે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તેની સૌથી પહેલી શરૂઆત અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં થઈ હતી. અમદાવાદના શાહઆલમમાં પોલીસ અને જનતા વચ્ચેના ઘર્ષણનો કેસે આખા ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. કારણ કે આ ઘર્ષણમા પોલીસ અને મીડિયાકર્મી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
વોન્ટેડ આરોપી મુફિસે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો હતો અને આટલા મોટા આંદોલનને પ્રોત્સાહન આપ્યું હતું. ઘર્ષણની ઘટનાના બે દિવસ અગાઉ જ આરોપીએ વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે આ આરોપીએ ઉશ્કેરણીજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો.
હાલમાં વીડિયો પોસ્ટ કરનાર આરોપી મુફિસની પોલીસ ચોપડે વોન્ટેડ તરીકે નોંધણી કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં શાહઆલમમા ઘર્ષણનો મામલો એક હદ કરતાં વધી ગયો હતો અને માનવતાને શર્મસાર કરે એવા દૃશ્યો જોવા મળે છે. આ કેસમા વોન્ટેડ આરોપી મુફિસ અહેમદ અનિસ અન્સારીએ સોશિયલ મીડિયા વીડિયો પોસ્ટ કર્યો હતો અને લોકોને ભડકાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.