મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર એક વખત ફરીથી ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેઓ નિવેદનબાજીના લીધે નથી. પ્રજ્ઞા સિંહ ઠાકુરે સ્પાઇસ જેટ એરલાઇન્સ કંપનીના ક્રૂ મેમ્બર પર ખરાબ વ્યવહારનો આરોપ મૂકયો છે.
શનિવાર સાંજે સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દિલ્હીથી ભોપાલ આવી રહ્યા હતા પરંતુ આ દરમ્યાન સીટને લઇ ક્રૂ મેમ્બર સાથે વિવાદ થયો. પ્રજ્ઞા સિંહ ઠાકુરનો આરોપ છે કે જે સીટ તેમણે આપી હતી, વિમાનમાં દાખલ થયા બાદ તે બદલાય ગઇ. આ દરમ્યાન ક્રૂ મેમ્બરની સાથે વાદ-વિવાદ થયો. ખેર તેઓ કોઇ રીતે ભોપાલ તો પહોંચી ગયા પરંતુ વિમાનમાંથી ઉતર્યા બાદ તેમણે એરપોર્ટ ડાયરેકટરને સ્ટાફની ફરિયાદ કરી દીધી.
પ્રજ્ઞા સિંહ ઠાકુરે સ્પાઇસજેટના સ્ટાફ પેસેન્જર પર ખરાબ વ્યવહાર કરવાનો આરોપ મૂકયો છે. તેમણે કહ્યું કે સીટ પર વિવાદ બાદ જ્યારે તેમણે સ્ટાફ પાસે નિયમ પુસ્તિકા માંગી તો તેમણે આપવાની ના પાડી દીધી. ત્યારબાદ મેં તેની લેખિત ફરિયાદ એરપોર્ટ ડાયરેકટરને કરી.
ભાજપ સાંસદે બાદમાં મીડિયાને કહ્યું કે એક જાગૃત નાગરિક અને નેતા હોવાના નાતે મને જે ભૂલ લાગી તેની ફરિયાદ કરી અને દરેક આમ આદમીએ આ કરવું જોઇએ. નિયમ વિરૂદ્ધ કાર્ય થવા પર જાગૃત નાગરિકની ફરજ છે કે તેઓ તેની વિરૂદ્ધ ફરિયાદ કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.