ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનોઓની નિયમિત કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપવા માટે રામલીલા મેદાનમાં સવારે 11 વાગ્યે એક રેલીનું આયોજન કરાયું છે. પાર્ટીએ રવિવારના રોજ રામલીલા મેદાનમાં આયોજીત પાર્ટીની રેલીમાં બે લાખ લોકોની ભીડ એકત્રિત થવાનો દાવો કર્યો છે. ધન્યવાદ રેલીમાં મોદી વડાપ્રધાન દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના અભિયાનનું રણશિંગુ ફૂંકશે.
દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાથી અંદાજે 40 લાખ લોકોની માલિકી હક મળવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
,
આ મેદાન પર કોંગ્રેસે કરી હતી ભારત બચાવો રેલી
કોંગ્રેસે 14મી ડિસેમ્બરના રોજ આ મેદાનમાં ભારત બચાવો રેલી કરી હતી. આ દરમ્યાન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની માફીની માંગ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમનું નામ રાહુલ સાવરકર નહીં તેઓ રાહુલ ગાંધી છે અને માફી માંગશે નહીં. જો કે આ નિવેદનને લઇ મહારાષ્ટ્રમાં સહયોગી પાર્ટી શિવસેના સાથે પ્રશ્નો ઉભા કર્યા હતા.
રાહુલનો ઇશારો હિન્દુવાદી નેતા દિવંગત વિનાયક દામોદર સાવરકર દ્વારા 14 નવેમ્બર 1913ના રોજ બ્રિટિશ સરકારને લખેલા માફી પત્ર તરફ હતો, જેને તમણે અંદમાનની સેલ્યુલર જેલમાં બંધ રહેવા દરમ્યાન લખ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.