કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની અડધી રાત્રે થઈ શકે છે ધરપકડ, કોર્ટે કર્યો આદેશ

કેરળની રાજધાની તિરૂવનંતપુરમની એક સ્થાનિક કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની સામે ધરપકડનું વોરન્ટ જારી કર્યું છે. તિરૂવનંતપુરમના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે હિંદુ મહિલાઓના માનહાનીના આરોપમાં થરૂરની સામે વોરન્ટ જારી કર્યું છે. શશી થરૂર પર તેમના પુસ્તકમાં હિંદુ મહિલાઓની સામે લખીને માનહાની કરવાનો આરોપ છે.

શશી થરુરે સોશ્યલ મીડિયા પર નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ દરમ્યાન ભારતનો ખોટો નકશો પોસ્ટ કરી દીધો હતો. લોકોએ શરુરને આ ભુલ બદલ ટ્રોલ કર્યા હતા. પોસ્ટ પર વિવાદ ઊભો થયા બાદ થરુરે શનિવારે પોસ્ટ ડિલીટ કરી અને બીજી પોસ્ટ કરી હતી.થરુરે પહેલાં જે નકશો પોસ્ટ કર્યો હતો, જેમાં કાશ્મીરને ભારતથી અલગ ક્ષેત્રમાં અલગ દેખાડાયું હતું, તેમાં તેમણે નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝનના વિરોધમાં શનિવારે કોઝીકોડમાં યોજાનારી રેલીની જાણકારી આપી હતી.આ ભુલ અંગે ટીકા થતાં થરુરે નવી ટ્વીટમાં કહ્યું કે, હું નકશા દ્વારા કોઇ ક્ષેત્રને નહીં, પણ ભારતના લોકોને દર્શાવવા ઇચ્છતો હતો. ભાજપના ટ્રોલ્સને વધુ ઘાસ નાંખવાની મને કોઇ ઇચ્છા નથી.

થિરુવનંતપુરમના સાંસદ થરુરની આ પોસ્ટ બાદ એક યુઝરે ટ્વીટર પર લખ્યું, આ ભુલ પહેલી નથી અને કદાચ છેલ્લી પણ નથી. એ કોંગ્રેસ જ હતી, જેણે પીઓકેને પાકિસ્તાનને આપી દીધું હતું. તેને કોંગ્રેસ પોતાની સિધ્ધિ માને છે. એક અન્ય યુઝરે લખ્યું કે, જે ભારતનો નકશો સારી રીતે દેખાડી ન શકે, તે ભારતને શું બચાવશે ?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.