દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરની 2003 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમવામાં આવેલા 98 રનની શાનદાર ઇનિંગ્સ જોરદાર હતી જેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. પરંતુ ઘણા ઓછા લોકોને જ ખબર છે કે આ મેચમાં પરેશાનીનો સામનો કરનાર માસ્ટર બ્લાસ્ટર સચિન ગંભીર રીત ડાયેરિયાથી પીડિત હોવા છતા પણ શ્રીલંકા સામે મેચમાં મેદાનમાં આવી સ્વાસ્થ્યને જોખમમાં મુક્યું હતું.
તેંદુલકરની તે ઇનિંગ્સ પ્રશંસકોને યાદ છે પરંતુ પાકિસ્તાન અને પછી શ્રીલંકા વિરુદ્ધ મેચ દરમિયાન આ ભારતીય બેટ્સમેને જે સમસ્યા થઇ તે અંગે ઘણા ઓછા લોકો જાણે છે. તેંદુલકર શ્રીલંકા વિરુદ્ધ મેચ દરમિયાન ગંભીર રીતે ડાયેરિયા થયા હતા. આ સમસ્યાનો સામનો કરવા ટિશૂ પેપરનો ઉપયોગ કરવો પડ્યો. આ મેચ દરમિયાન 97 રન બનાવ્યા હતા. જેને ભારતીય ટીમે 183 રનથી જીતી હતી.
આ વિશ્વ કપમાં તેંદુલકરે 673 રન બનાવ્યા હતા. જે કોઇપણ ખેલાડીનો એક વર્લ્ડ કપમાં સૌથી વધારે રનનો રેકોર્ડ છે. આ દરમિયાન પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ તેમણે તેમના શરીરને જોખમમાં નાખવું પડ્યું હતું. માસ્ટર બ્લાસ્ટરે એક કાર્યક્રમમાં વાત કરતા કહ્યું, પાકિસ્તાન વિરુદ્ધ તે મેચ તેના કરિયર માટે એક માત્ર એવો મુકાબલો હતો જેમા મે રનર લીધા હતા. આ વિશ્વ કપની મેચ હતી અને યોગ્ય રીતે ઉભો પણ રહી શકતો ન હતો. એવું લાગી રહ્યું હતું કે મારી પર કોઇએ 500 કિલોગ્રામનું વજન બાંધી દીધું છે. આ અંગે તમે અમારા તાત્કાલિક ફિજિયો એંન્ડ્રયુ લીપસથી પૂછી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.