કરણી સેનાની ગાંધીનગરમાં મહારેલી, એટ્રોસિટીમાં સંશોધન-ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સહિતનાં 4 મુદ્દા

બિનસચિવાલય ક્લાર્ક આંદોલન બાદ આજે ગાંધીનગરમાં કરણી સેના દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું. કરણી સેના દ્વારા 4 મુદ્દાઓને લઈ આ મહારેલીનું આયોજન કરાયું હતું. ચાર મુખ્ય માંગણી સાથે કરણી સેના સાધુ સંતો સાથે મેદાને નીકળી છે. એટ્રોસિટી ઍક્ટમાં સુધારો, ગાયને ગૌમાતા જાહેર કરવાની માંગ, અનામતમાં ફેર વિચારણા, સહીતની માંગણીઓ સાથે કરણી સેના મેદાને આવી છે. આ ઉપરાંત બળાત્કારીઓને કડક સજાની માંગણી પણ કરણી સેનાએ કરી છે.

કરણી સેનાના પ્રમુખ રાજ શેખવાતે જણાવ્યું, અમારા માંગણી રાષ્ટ્રહીતમાં છે, તમામ સમાજનું સમર્થન છે. પાટીદાર, બ્રાહ્મણ સમાજ, ચારણ સમાજ સૌનો સહકાર છે. રાજ્યના છેવાડાથી આવેલા લોકો અમે રામકથા મેદાનમાં એકઠાં થઈશું અને અમે સરકારને આવેદન આપીશું. સરકારે એમની વોટબૅન્કની રાજનીતિ એમની જગ્યાએ છે, એસ.સી.ને ન્યાય મળે તેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ સવર્ણ સમાજ માટે કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે. સરકારને અમે રજૂઆત કરીશું તેમણે અમારી વાત સાંભળવી પડશે.

ગાંધીનગરમાં યોજાયેલી આ મહારેલીમાં યુવાનો તેમજ સાધુ સંતો જોડાયા હતા. મહારેલી બાદ ગાંધીનગરના રામકથા મેદાનમાં સભા થશે અને ત્યારબાદ સરકારને આવેદન સોંપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.